મારા બાપુ
મારા બાપુ
બાપુ...ડેલી ખોલો..
હું તમારી મીનુ.
આજ વરસો પછી
આપને મળવા આવી..
બાપુ...બાપુ..
આજ એજ ડેલી
અને એના પરની
વળગેલી વેલ..
બધું જ એ છે
બદલાય તો
બસ સમય છે..
ધૂંધળી આંખો એ
નિરખુ આપને,
એક નજર ભાળી
લઉં આપને..
પણ મેં ભાળી
મારી માવડી..
ન ભાળ્યા બાપુ આપને..
કર્યા હતા વહાલ
નાનપણ માં,
એ સ્નેહ નીતરતી
યાદ આજ પણ
નજરે તરવરે છે.
બસ આજ બાપુ
યાદ આપની આવી
અને આંખો ના ખૂણા
થયા ભીંના ગાર.
