STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

માફ કરો

માફ કરો

1 min
28K


સૂર નિરાશાના સ્વીકારું માફ કરો.

ઊંચું લક્ષ્ય સદૈવ હું ધારું માફ કરો.

પડવુંને માર્ગ ચાતરવો એ બન્યા કરે, 

એથી કૈં હિંમત ના હારું માફ કરો.

નિષ્ફળતા મળે એ શક્ય જીવનમાં, 

ના નિરાશાને ઉચ્ચારું માફ કરો.

અહિંસક છું પણ નિર્બળ નહિ જરા,

ઇંટની સામે પથ્થર મારું માફ કરો.

ભૂલ કરીનેય ભવિષ્ય બનાવું ભૈ, 

જાગ્યા ત્યાંથી સવાર કરું માફ કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational