STORYMIRROR

Deepak Joshi

Tragedy Fantasy Inspirational

3  

Deepak Joshi

Tragedy Fantasy Inspirational

માનવીનો પરમતત્વ સાથે એકરાર

માનવીનો પરમતત્વ સાથે એકરાર

1 min
167

હા,અમે પૂજા અને કથનીમાં ફેર રાખ્યો,

હે ઈશ્વર હવે રહેમ કર, રહેમ કર,

હા,અમે બંદગીમાં અને કૃત્યમાં ફેર રાખ્યો

હે પરવરદિગાર હવે રહેમ કર, રહેમ કર,


હા,અમે ચર્ચમાં પ્રાર્થના અને યુદ્ધ કરતા રહ્યા

હે જીસસ હવે રહેમ કર, રહેમ કર

હા,અમે રાગ અને દ્વેષ કરતા રહ્યા

હે બુદ્ધ હવે રહેમ કર, રહેમ કર,


હા,અમે અહિંસા અને ઉપભોગ કરતા રહ્યા

હે મહાવીર હવે રહેમ કર, રહેમ કર

હા,અમે માનવતા અને કટ્ટરતા કરતા રહ્યા

હે વાહેગુરુ હવે રહેમ કર, રહેમ કર,


તોપણ અમારા વ્હાલા અમારાથી છૂટે છે

હે પરમ પિતા તું જ સંબંધ જોડે છે..


હે સુષ્ટિરચયિતા તું જ તારણહાર

બસ હવે તો અમારા પર રહેમ કર, રહેમ કર

પ્રાર્થના મારી તને, અરજ મારી તને,

અન્ય સૌ ના "દિપક" જલતા રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy