કોરોના જાગૃતિ
કોરોના જાગૃતિ


વણ નોતરીયો વિદેશી મહેમાન કોરોના,
રાખું ખુદ ને જુદો દેશી યજમાન તે ભૂલુ ના.
સાબુથી વારંવાર હાથ ધોવાના,
જરૂર પડે સેનિતાઈઝર વાપરવાના,
છીંકો આવે રૂમાલ આડો રાખવાના,
સાવચેતી રાખું ને કોઈથી ડરોના.
વણ નોતરીયો વિદેશી મહેમાન કોરોના,
રાખું ખુદ ને જુદો દેશી યજમાન તે ભૂલો ના.
બહાર જ્યાં- ત્યાં લગાવવુ હાથ ના,
મો- આંખ-નાક ને અડાળુ હાથ ના,
ફેસબુક-વોટ્સએપમાં અફવા ફેલાવુ ના,
ગભરામણ ને ભય બિલકુલ રાખું ના.
વણ નોતરીયો વિદેશી મહેમાન કોરોના
રાખું ખુદ ને જુદો દેશી યજમાન તે ભૂલો ના.