STORYMIRROR

Vijita Panchal

Inspirational

4  

Vijita Panchal

Inspirational

માનવી

માનવી

1 min
263

ભૂલ્યો હું પંથ ભૂલ્યો હું ઓટલો,

સફરમાં નીકળ્યો છું માનવી હું એકલો.!


કાંટા છે ઘણાં કાદવ છે ઘણાં,

મંઝિલ દૂર છે ચાલતો હું એકલો.!


સરિતાને સમાવવા તરસે છે દરિયો,

વહીને તણાયો આગળ હું એકલો.!


કિનારો નથી હોતો ક્યાંય જીવનનો,

ક્ષિતિજની પેલે પાર પહોંચ્યો હું એકલો.!


નથી ખબર મને ક્યાં હશે વિસામો,

મન સાથે મેળાપ કરી હસ્યો હું એકલો. !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational