Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rita Patel

Inspirational Others

3  

Rita Patel

Inspirational Others

માનવી બનવાની તક આપું છું

માનવી બનવાની તક આપું છું

1 min
187


કોઈ પણ ધર્મમાંથી નીકળી તને માનવી બનવાની તક આપું છું... જાગ હે માનવી.....

ડૉક્ટર નર્સ પોતાના જીવની પરવા કર્યા વિના તમારા સ્વજનનો જીવ બચવવાની કોશિશ કરે અને તમે એમની જ સેવા પર સવાલ ઊઠાવો છો..

જાગ હે માનવી....માનવી બનવાની તક આપું છું....


જ્યાં હર તરફ સ્વજનોને બચવવા પોતાના દોડી રહયા છે ત્યાં પણ લોકોની પરિસ્થિતિનો ફાયદો ઊઠાવવામાં પડ્યો છે....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


ખાલી હાથે જ તું મારી પાસે આવવાનો છું તો માણસાઈ બતાવ - મદદરૂપ બન...

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


એક તરફ નાના બાળકો ભૂખે સૂઈ રહ્યા છે ને તમે પાર્ટી અને વેકેશન પર જઈ રહ્યા છો....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


આવી કપરી સ્થિતિમાં બધાને સહકાર આપવાને બદલે, એકબીજા પર આરોપો મૂકે છે.....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


પેપરમાં બધાને હિંમત મળે એવું લખવાને બદલે, સરકાર-પ્રશાસન શું કરે છે એવું લખે છે....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


પોતાનાને ગુમાવવાનું દુઃખ કોને કહેવાય એને પૂછ જોને બધું ગુમાવી દીઠું છે.....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


માસ્ક પહેરવો, એકબીજાથી દૂર રહેવું વારંવાર કહેવમાં આવે છે છતાં પણ પોતાની જિદ કરે છે.....

જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું....


આ જ તો સમય છે જ્યાં તું તારી જિદ, નારાજગી, ગુસ્સો, લાલચ છોડી માનવી બનવાની તક આપું છું....

સાંભળ માનવી થોડી શ્રણો તને પણ આપું છું....જાગ હે માનવી...માનવી બનવાની તક આપું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational