માનવદેહ
માનવદેહ
ઉપરથી તને કોઈ નિહાળી રહ્યું,
નીચેથી ઉપર નજર નાખતો જા,
ઘણો નહિ તો થોડો પણ માનવી,
પ્રત્યે માનવપ્રેમ તું રાખતો જા,
ચોર્યાશી લાખ યોનિમાં ભટકીને,
માનવદેહ મળ્યો માણતો જા,
સૌ લોકો ભાવથી આદર આપે,
તું પણ સૌની કદર કરતો જા,
કોઈ તને હાથ નમે તો ઝાઝું નહિ,
તો કાંઈ નહિ વેંત નમતો જા,
મીઠાશભરી વાણી વાપરીને તું,
સદાયે સમાજને ગમતો જા,
આવે આંગણ કોઈ પણ અતિથિ,
આનંદથી એને આવકારતો જા,
બત્રીસ ભાતનાં ભોજન ભલે ન હોય,
ભાવથી જે હોય તે જમાડતો જા,
આપ્યું ભલે હોય ઈશ્વરે તને અઢળક,
સૌ માટે દસમો ભાગ તું કાઢતો જા.
