STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

માનવ આજે

માનવ આજે

1 min
384

જ્ઞાન ને વિજ્ઞાનનો સમન્વય સાધે માનવ આજે,

અખતરા કરી નીત-નવી શોધ કરે માનવ આજે,

ઊંચે આભ-ગગનમાં ઊડવાની ઘેલછામાં માનવ,

ઉડ્ડયનનાં નિત-નવાં વિકલ્પ ખોજે માનવ આજે,

કદી શ્રદ્ધા ને અંધશ્રદ્ધાની આંટીઘૂંટીમાં ફસાતો,

વિશ્વાસ ધરીને ઊંચી ઉડાન ભરે છે માનવ આજે,

સંસ્કાર અને આધુનિકતાનાં ભેદમાં ભીંસાતો,

ધરતીનો અન્ય વિકલ્પ શોધે છે માનવ આજે,

ચમત્કારોથી આગળ વધી તથ્ય ઉજાગર કરતાં,

નીત નવાં ગ્રહની ખોજમાં નીકળ્યો માનવ આજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational