STORYMIRROR

Shailesh Joshi

Inspirational

3  

Shailesh Joshi

Inspirational

માણસ ખોવાયો છે...

માણસ ખોવાયો છે...

1 min
13.5K


પડદો ખૂલે ત્યારે એ આવે? એવું ક્યારેય નથી બન્યું...
એ આવે ત્યારે જ પડદો ખૂલે!

રંગબેરંગી રોશનીની ઝાકઝમાળ વચ્ચે રંગમંચ પર જેના પ્રવેશ માત્રથી
આખું ઓડિટોરિયમ ઊભું થઈ જાય...

હજારો હાથની તાળીઓ એની સમૃદ્ધિની સાક્ષી પૂરી જાય, 
 એના મુખમાંથી વહેતી શબ્દ ગંગા
કેટલાંય કાનને કાનજીની કક્ષાએ મૂકી દે.

ઓડિટોરિયમની બહાર
ટિકિટવંચિત માણસની આંખમાંથી વહી રહેલી
નિરાશાની નદીના પેટાળમાં
વલખા મારતી ઝંખનાઓ
એની રંગમંચની બાદશાહતની ચાડી ખાતી હોય એવું લાગે...

અંતે... એ રંગમંચ છોડે, પડદો પડી જાય...
ને આખું ઓડિટોરિયમ જોતજોતામાં આથમી જાય, 
ને પછી...
અડધી રાતે... સન્નાટા વચ્ચે... ઘોર અંધારમાં...
રંગમંચનો રાજા... ઓડિટોરિયમનો આફતાબ...
રંગમંચ પર પોતાના વેરવિખેર થયેલાં
અસ્તિત્વના ટૂકડઓને ભેગા કરવા વ્યર્થ વલખા મારે છે...

ઓડિટોરિયમની એક ખુરશીને બાથ ભરી અેના અસ્તિત્વની
ભીખ માગતા માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડે છે...
પણ એના ધ્રૂસકાં સાંભળે કોણ?
ભીની થઈ બંધ એલોઝનની આંખો...
ભીની થઇ કરુણાસભર બંધ કેમેરાની કીકી...
છેવટે ઓડિટોરિયમનાં ધ્રૂસકાં
ખુરશીની ઓથ લઈ પોઢી જાય છે!

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational