માની મમતા
માની મમતા
લાગણીનો સદા દરિયો છલકાવીને રાખે;
ઓ માત મોરી સૌ જગનો સ્નેહ ભરી રાખે !
સદા ઉર ભીતર સંતાપને છૂપાવી રાખે;
ઓ માત મોરી મન વચન સદા શિવમાં સમાવી રાખે !
હર જીવ સંગ જીવ લગાવીને રાખે;
ઓ માત મોરી હર પળ આશિષ ઉરમાં ભરી રાખે !
કઠોર કોમળ સ્વભાવ ભલે તું રાખે;
ઓ માત મોરી સૌ જગની સદા રીત બતાવી રાખે !
ચોમેર આશિષની હેલી વરસાવી રાખે;
ઓ માત મોરી મા બની જીવન કેરા પાઠ શીખવાડી રાખે !
મન ભીતરે દુઃખડા સમાવીને રાખે;
ઓ માત મોરી હાસ્યની મીઠી સુવાસ ભરી રાખે !
હજાર કષ્ટ વેઠી નવ જીવને ભરી રાખે;
ઓ માત મોરી તું પ્રભુ કેરી મમતા કણ કણ વહાવી રાખે !
