STORYMIRROR

Nilam Jadav

Inspirational

4  

Nilam Jadav

Inspirational

માની મમતા અનોખી રે લોલ.

માની મમતા અનોખી રે લોલ.

1 min
557

પોતે અસહ્ય વેદના સહીને,

સંતાનને જન્મ દેતી,

માની મમતા અનોખી રે લોલ.


પોતે અડધી ભૂખી રહીને,

સંતાનને પેટ ભરીને ખવડાવતી,

માની મમતા અનોખી રે લોલ.


પોતે આખી રાત જાગીને,

સંતાનને હાલરડા સંભળાવતી,

માની મમતા અનોખી રે લોલ.


પોતે અપાર કષ્ટ વેઠીને,

સંતાનની જરૂરિયાતો પૂરી કરતી,

માની મમતા અનોખી રે લોલ.


પોતે સમયનું દાન દઈને,

સંતાનને મૂલ્યના શિક્ષણ આપતી,

માની મમતા અનોખી રે લોલ.


પોતે પ્રેમથી વંચિત રહીને,

સંતાન પર અખૂટ પ્રેમ વરસાવતી,

માની મમતા અનોખી રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational