માંહ્યલાને મ્હાલતો કરીએ
માંહ્યલાને મ્હાલતો કરીએ

1 min

196
ચાલને થોડી વાતો કરીએ,
માંહ્યલાને આજ મ્હાલતો કરીએ,
વ્યસ્ત છે સૌ પોતપોતાનામાં
ચાલ; ખાલીપાનેય થોડો વ્હાલો કરીએ !
વાર-તહેવારો હવે ડિજિટલ થઈ ગયા,
વોટ્સએપ પર આપ-લે ના વહેવાર સાચવી લઈએ,
ફરિયાદ કરીને યાદ કરવા કરતાં,
ચાલને ઘડીક ખુદનેજ ઢંઢોળીએ,
ચોખવટથી થોડા અળગા થઈ જઈએ,
ખુદનેય પિછાણવાની કોશિશ તો કરીએ,
એકલા જ આવ્યા ને એકલા જ જવાના,
પોતાની પાસે થોડુ બેસી તો લઇએ !
ચાલને થોડી વાતો કરીએ
માંહ્યલાને આજ મ્હાલતો કરીએ !