માં-બાપ
માં-બાપ
હે ઈશ્વર, ઝાલ્યો છે જેણે મારો હાથ
જીવનનાં પ્રથમ પગલાથી આજ સુધી,
પ્રાર્થના છે મારી, હું થામી શકું એમનો હાથ,
ગમે તે થાય, જીવનના અંતિમ ચરણો સુધી,
મારી દવા, મારા શોખ કે પછી મારૂ ભણતર,
જોયો છે સંઘર્ષ એમનો,"ચાલશે" થી "ભૂખ નથી" સુધી,
ભગવાન બનાવી પૂજ્યા નથી એમને કદી,
મિત્ર બની માણ્યા છે, બાળપણથી આજ સુધી,
શીખવાડ્યું છે માં-બાપ બનતા અમને
અમે પણ પહોંચાડીશું, અમારા સંતાનો સુધી,
શ્રવણ બનવું તો શક્ય નથી આ યુગમાં,પણ,
શક્ય છે, સંતોષ આપી શકું, શક્ય હોય ત્યાં સુધી.