માઁ અને પ્રકૃતિ
માઁ અને પ્રકૃતિ
મટાડતી દુઃખ દર્દ લાડ પ્યારથી માઁ,
જેમ મટતા બધા જ દર્દ લીમડાથી,
ખડે પગે રહી ઊભા સાચવતી ઘરને માઁ,
જેમ અડીખમ અડગ રહેતો પર્વત,
લાગતું સાવ સૂનું ઘર વિના માઁ,
જેમ લાગતી વેરાન પૃથ્વી વિના વૃક્ષ,
બધા જ દર્દ સમાવતી હૃદયમાં માઁ,
જેમ ગંદકી - કચરો સમાવતી નદી,
જાત નીચોવી બનાવતી ઘરને સ્વર્ગ,
જેમ પ્રકૃતિ બનતી સુંદર ઊગાડી વૃક્ષ,
સંકટ ઘડીમાં પણ ઘરને ન વિખાવા દેતી માઁ,
જેમ આંધી - તોફાનને રોકતા વૃક્ષ - પર્વત,
આખો સંસાર જ સૂનો વિના માઁ,
જેમ જનજીવન ખોરવાય વિના સૂરજ,
છેલ્લા શ્વાસ સુધી કરતી ઘરની રખેવાળી માઁ,
જેમ આપતું ઓક્સિજન અડધું સૂકું ઝાડ,
ઝૂંપડું પણ ઝળહળે જો ઘરમાં હોય માઁ,
જેમ રાત ખીલે ઊઠે જો હોય પૂનમનો ચાંદ,
દુઃખ પોતે સહેતી, સુખ જ વહેંચતી માઁ,
જેમ તડકો વેઠી આપતું છાંયડો વૃક્ષ.
