STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

માળો

માળો

1 min
52

ડાળીઓ, ડાખળા અને સળીઓ લઈ પારેવુ,

અથાગ મહેનતથી બનાવી રહ્યું હતું,

મારા જ ઘરમાં મારી છત નીચે માળો.....


વિચાર આવ્યો ના પાડી દઉં,

ભાઈ ના કર મહેનત કોને ખબર મારી જેમ,

ક્યારે વિખાઈ જાય તારો માળો....


આંતર મનમાંથી અવાજ આવ્યો,

શાને રોકે તું પંખીને કરવા ને માળો...


આવતીકાલના પડછાયાના ડરથી,

આજના સુખના અજવાળાને શાને દે જાકારો,

ભલે બનાવે તારા ઘરમાં તારી છત નીચે પંખી માળો....


માળો બનતા જ પંખી બની ગયું સંસારી,

નાના બચ્ચાનાં કિલ્લોલથી ગૂંજી ઊઠયો માળો....


ભૂલી ગયો હું મારી એકલતાને,

સાથ મળી ગયો મને પારેવાનો,


મારા હર્યાભર્યા સંસારના વીતેલા દિવસોને યાદ કરીને,

આંખોમાં આંસુ સાથે નિહાળી રહ્યો છું હું પારેવાનો માળો...


મારા જ ઘરમાં મારી છત નીચે બની ગયો છે પારેવાનો માળો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational