STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

મા

મા

1 min
415

સવારના વહેલાં ઊઠી 

ઘરને જગાડતી,

હોઠ પર સદા રમતું સ્મિત

ઈશ્વર પર અનેરી શ્રદ્ધા એની,.


ઘરના ખૂણે ખૂણે તેની છાપ દેખાતી 

મંદિરમાં ધૂપને માની સુવાસ ઘરમાં ફેલાતી,

મા મા કહીને ચક્કર હું કાપતી,

અસંખ્ય સવાલો પૂછી માથું એનું ખાતી,

થાકને કંટાળ્યા વિના તે બધું સાંભળતી,

કયારેક થાતું ઈશ્વર આવો જ હશે,

કે આજ ઈશ્વરનું રૂપ ?

પર દુઃખે દુ:ખી થઈ આંસુ વહાવતી

નિરાધારનો આધાર બનતી,

ઘર સમાજ બધે સુવાસ ફેલાવતી,


સાંજ પડતાં એનો ડાયરો જામતો

સૌના સુખ દુઃખ જાણી,

ઈલાજ બતાવતી,.

વરસો પછી આ ક્રમ તૂટ્યો

એક દિવસ અચાનક,.

ઘરની દિવાલો ડૂસકે ચડી,

મા બાપુના કંધે વિદાય થઈ,


મા, મા, 

આજ ફરી વળું બધે,

મારા પડઘા મને સંભળાતા,

અને એ દિવાર પર છબીમાં મુશ્કુરાતી,


અને સવાલ મનમાં ઊગતો,

તું થાકતી નહોતી તો,.

આ જીર્ણવસ્ત્ર ત્યાગી કેમ ચાલી ?


હવે કયાં સ્વરૂપમાં શોધું તને મા ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance