STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

મા

મા

1 min
225

મળી ઢાલ માની પ્રહારે પ્રહારે,

હસી છું જગે એ સહારે સહારે,


નસીબે મળી છાવ નિઃસ્વાર્થ માની,

ટકી એટલે તો તિખારે તિખારે,


મળી છે મમત્વ ભરી ચાહ સઘળી,

જરી જેમ ચમકી નજારે નજારે,


કરું હું સમર્પણ બધું તોય ઋણી,

નમું કોટિ વારે ખુમારે ખુમારે,


રગેરગ વહે જે રુધિરધાર થઈ મા,

ભરી પ્રાણ મુજને નિખારે નિખારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational