મા
મા
કેમ રીતે ચૂકવું અમૂલ્ય ઉપકાર મા તારો,
આપી ઈશ્વરે સુંદર ભેટ-સોગાત આતો,
નિ:સ્વાર્થ પ્રેમ આપી ચાલે સદાય તું તો,
આવે જો યાદ તો ભૂલો પડે ભગવાન મારો,
સાંભળ્યા કેટકેટલાના મેણા મા તે તો,
કેમ કરી અવગણ્ય આભાર માનું મા તારો,
ટૂંકાવ્યો તે મુજને બચાવવા જીવ તારો,
હું જીવું છું પણ ચાલે શ્વાસ મા તારો,
માંગુ બસ એક ઈચ્છા હું મા ઉપરવાળા પાસે,
કર માના મનનો ભાર હળવો ને આપું હું અમને સહારો.