મા
મા


શાંત ઈશ્વર જેવું તન છે મા,
એક નજર પ્યારનું ધન છે મા,
જે નજરથી જ ભાગે તિમિર,
તેવું એક સૌમ્ય જીવન છે મા,
મુકત મને ગાળ્યું જયાં બાળપણ,
તેનો ખોળો તે મધુવન છે મા,
રકત જો નીકળે લાલને,
તો અશ્રુથી વહે મન છે મા,
મારું જીવન 'કુસુમ' એ પ્રથમ,
એક કુદરતના દર્શન છે મા.