મા તે મા
મા તે મા
કેટ કેટલા કષ્ટો વેઠીને માતા જીવે છે,
બાળકોના સુખ કાજે જીવન જીવે છે,
સુખદુઃખ મનમાં 'ના' આણીને 'મા' જીવે છે,
બાળકો મોટા કરતા કરતા પ્રેમ પણ વધે છે,
'મા' સાથે સ્પર્ધા, દુનિયામાં કોઈ 'ના' કરી શકે,
'મા'નો પ્રેમ હોય તો ધરતી પર સ્વર્ગ દીઠે છે,
કહેવતોમાં શ્રેષ્ઠ કહેવત, 'મા' પર બને છે,
જનની, જન્મભૂમિ, સ્વર્ગથી મહાન હોય છે,
વરસમાં મધર્સ ડે એક દિવસ આવે છે,
સંતાનો માટે તો મધર્સ ડે રોજ હોય છે,
આજના દિવસની સૌને શુભેચ્છાઓ મળે છે,
'મા'ને સાચવે એને,'મા'નો સાચો સ્નેહ મળે છે.
