Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

મા-બાપને ભૂલશો નહિ

મા-બાપને ભૂલશો નહિ

1 min
418


ભૂલો ભલે બીજુ બધુ મા-બાપને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.


પથ્થર પૂજ્યાં પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું.

એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ.


કાઢી મુખેથી કોળીયાં, મ્હોમાં દઇ મોટા કર્યા,

અમૃત તણા દેનાર સામે, ઝેર કદી ઉગળશો નહિ.


લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,

એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.


લાખો કમાતા હો ભલે, મા-બાપ જેનાથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.


સંતાનની સેવા ચાહે, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.


ભીને સૂઇ પોતે અને સૂકે સુવાડ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભિંજવશો નહિ.


પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ,


એના પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational