મા બાપ
મા બાપ
જગે જુદેરી
મા તુજ જોડ,
અમૃત તારી સોડ
ઝંખના કોડ
મમતા છોડ
હેત હારડી
અમી આંખડી
ચાંદ રૂપી રાતડી
મીઠી માવડી
હૈયે છાંયડી
વરસી રહે
પિતાનો પ્યાર,
સ્નેહની છત્રછાયે
અનરાધાર
ચોગરદમ
વારી જાઉં હું
સ્નેહ બુંદે જો
હરદમ, વરસે
કૃતજ્ઞ ભાવે
નિજ સંતાનો
