લખું શું વાત ?
લખું શું વાત ?
આગળ પાછળ જોતો હું,
લખું શું વાત ?
ગગનમાં ચંદ્ર કહેતો,
ઠંડક આપતો સારી રાત,
આખો દિવસ ગરમી રહેતી,
શીતળતાની ચાંદની રાત,
સવારે ઉગતો સૂરજ,
પ્રકાશ આપે સવાર સાંજ,
વાતાવરણમાં ચહલપહલ,
સજીવન રહેતી ધરતી પણ ખાસ,
પંખીઓનો કલરવ ને,
માનવીનો ઘણો શોર,
ઘોંઘાટ માનવનો,
ટેન્શન મળે દિનરાત,
વિચારોમાં બ્રેક લાગે,
લખું શું વાત ?
આમ વિચારીને લખી દીધી,
મનની કેટલી બધી વાત !