STORYMIRROR

Leelaben Patel

Inspirational

4  

Leelaben Patel

Inspirational

લખ

લખ

1 min
433

કલમને રક્તની શ્યાહીમાં તું બોળીને લખ,

વિચારોને મનોમંથન કરી ઘોળીને લખ.


કરે વાતો ઘણી દિલની છતાં જો ના સમજે,

શબદ જોડી અરથ સાચા મળે ખોળીને લખ.


ચડે જંગે કદી તારું જ દિલ તારી સામે,

તો એને સત્યમાં થોડુંક તું રોળીને લખ.


જગતને જ્ઞાન આપે છે ઘણા લોકો અહીંથી,

અલગતા તેં ધરી છે જાત ધમરોળીને લખ.


પડે હાવાં કદી હૈયા મહીં આશાઓને,

ઉછેરીને કરી મોટી જરા તોળીને લખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational