લઈને આવ્યા છીએ
લઈને આવ્યા છીએ
ગઝલ લખવાના કર, તું શ્રી ગણેશ આજે,
શબ્દોના શ્રીફળ લઈને અમે આવ્યા છીએ.
શબ્દોમાં થોડો પ્રેમ, થોડી લાગણી લખ,
હૈયાનો કિંમતી કાગળ લઈને અમે આવ્યા છીએ.
વરસોની તારી પ્રેમની તરસ તૃપ્ત કરવા અમે,
લાગણી અને હેતનું આખું વાદળ લઈને અમે આવ્યા છીએ.
તારા મનમોહક મુખડા પર સ્મિત નિહાળવા,
મિલનની સુખદ પળ લઈને અમે આવ્યા છીએ.
