લડાઈ
લડાઈ
જંગે ચડે મિત્ર બે ચાર દેશ જયારે,
વળે કચ્ચરઘાણ ઘણો ખુબ ત્યારે,
નીકળે નિકંદન વાડી અને ખેતરે,
જંગ જીતવા તો અરિ અરિને છેતરે,
જોઈ જોખમે જર જમીન ને જોરૂ,
માવતર કેટલાયે ગુમાવતા છોરું,
જમીનદોસ્ત થતા બંગલા અને ઘર,
શહીદ થતા સૌભાગ્યવતીના વર,
જંગલે પંખીએ બંધ કર્યું ઉડવાનું,
જ્યારથી ચાલુ કર્યું રોજ લડવાનું,
ચરવાનું નથી મન કરતુ હવે પશુ,
ફરતા દહેશત રહે કે થશે અહીં કશું,
આ જગતમાં નથી જીત્યું કોઈ યુદ્ધ,
ના લડાઈ કરનાર કરાવનાર શુદ્ધ.