લાલિમા
લાલિમા
ઉષાનાં પ્રાગટ્ય સાથે સૂરજની સવારી આવે એ પહેલાં,
આભે સુંદરતા ભરી લાલિમાની રંગોળી પૂરાઈ ગઈ,
આમ જ માનવ જીવનમાં ઘટમાળ ચાલ્યા કરે,
પ્રકૃતિએ તેનાં સૌંદર્યથી અવનવા રંગોની રંગોળી પૂરાઈ ગઈ,
ધારા જીવનની વહેતી રહી સરિતાની માફક,
તેમાં સુખ - દુઃખની ઘટનાઓ રંગોળી પૂરાઈ ગઈ,
આથમતાં સૂરજે સંધ્યાની લાલિમાનાં પાલવને પકડી,
રાતનાં આગમન પહેલાં નભમાં રંગોળી પૂરાઈ ગઈ,
"સખી" રાહ જોતી રહી જીવનની સંધ્યાએ કોઈ આશરાની,
થયાં પગલાં આપનાં, રંગોળી પૂરાઈ ગઈ.
