STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Others

4  

ચૈતન્ય જોષી

Tragedy Others

લાગણી

લાગણી

1 min
420

શબ્દકોશમાં ન શોધો મારી લાગણીઓનો પર્યાય.

નહીં મળે ત્યાં બીજો એના જેવો જ જે સમજાય.


અલંકારે છે અનન્વયને બુધ્ધિથી ના એને માપો,

ક્યાંક વહેતી, ઘવાતી, અટકતી ના એને સંતાપો. 


છે એ ઊપજ ધબકતા ઉરની જ્યાંત્યાં ન વહેતી, 

હોય સન્મુખ ઝંકૃત હૈયું તો વ્યથા નિજની કહેતી.


કુદરતની આશિષ કહો કે શાપ જે માનો તે તમે, 

ખૂબ લાગે છે ઝટકા તોય મને તો બસ એ ગમે.


નથી મૂલવાતી અર્થના માપે અસ્તિત્વ છે અનોખું, 

રોકી ના રોકાય કદીએ એને વળી કેમ કરી હું ટોકું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy