લાગણી
લાગણી
પંચતત્વથી બન્યો દેહ ને એમાં ભરી છે લાગણી,
આત્મ સ્વરૂપે ભીતર રહી અનુભવી છે લાગણી,
પશુ,પંખી કે પ્રકૃતિમાં ઝરણું ભાવનું વહે પુલકિત,
સૃષ્ટિમાં વ્યાપ્ત અલૌકિક અનુભૂતિ છે લાગણી,
હૃદય સંવેદના અનુભવે ને હૃદયનાં તાર દે જોડી,
મનને પાંખો લગાવી પ્રફુલ્લિત કરી દે છે લાગણી,
પ્રેમનાં ઉચ્ચ બંધનમાં લાગણી હોય છે સર્વોપરી,
વિયોગનો સામનો થાય તો દિલ દુ:ખાવે લાગણી,
આત્મા નશ્વર દેહ છોડી પહોંચે ભલે ને સ્વર્ગમાં,
આત્મ સ્વરૂપે અનુભવે સુખદ ને દુ:ખદ લાગણી.
