STORYMIRROR

Jashubhai Patel

Inspirational Others

3  

Jashubhai Patel

Inspirational Others

લાગણી લાગણી રમીએ

લાગણી લાગણી રમીએ

1 min
26.1K


ચાલ, આપણે લાગણી લાગણી રમીએ,

આવને અરસપરસ એકબીજાને ગમીએ.

ઉત્તર દક્ષિણ ધ્રુવ સમ આપણે,

સૂરજ ચંદ્ર સમ ઘૂમતા આપણે.

આવને આજે તો સાથ સાથ ઘૂમીએ,

ચાલ આપણે લાગણી લાગણી રમીએ.

આપણને ઘેરતા અવનવા વિવાદો,

આપણી વચ્ચે વહેતા મૌન સંવાદો.

છોડી બધું મનમૂકીને ખડખડાટ હસીએ,

ચાલ આપણે લાગણી લાગણી રમીએ.

વર્ષોથી કાયમ પાસે પાસે રહેતા,

નાના અમથા એક ઘરમાં વસતા.

'જશ' હવે એકમેકના દિલમાં વસીએ,

ચાલ આપણે લાગણી લાગણી રમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational