લાભ પારખ સદા
લાભ પારખ સદા
માનવી શેમાં છે જીવન લાભ એ પારખ સદા,
જીભ ને મન રંગ માણે ત્યાં ના હો ગાફલ સદા.
જિંદગીનો સ્વાદ માયા મુખમાં જે હોતી ઘણી,
પણ પહેલું સુખ તે જાતે નર્ય છે જાણત સદા.
અન્ન તેવો ઓડકાર જ જાણશો તો સુખ ભલું,
જીભના ચટકા જે લાવે રોગનું ભારણ સદા.
બ્રેડ બર્ગર, સેન્ડવીચ જ ને વિદેશી પેય તો,
જીવને વસતાં હવે સ્વાસ્થ્ય તો દાનવ સદા.
ના ય એમાં કોઇ સત્ત્વો સાદુ ખાણું શ્રેષ્ઠ છે,
જો નિતે સમજાય આ ઓસડ તને રાહત સદા.
થાય ભરપૂરે દવાખાના જે પીડાને ભરે,
પેટ ચોળી શૂળ કરવા આપ ના કારણ સદા.
સાગરે સરિતા સમાતી તેમ ઉદરે અન્ન જો,
સ્નિગ્ધ પાચન રોગ શમતાં માણ એ ચાહત સદા.
