કવિતાને કવિતા રહેવા દો...
કવિતાને કવિતા રહેવા દો...
કવિતાને કવિતા રહેવા દો,
જેમ છે એમ રહેવા દો.
કવિતાને કવિતા રહેવા દો.
તરસ્યાની તરસ છિપાવા દો.
ભૂખ્યાનું ભોજન રહેવા દો.
કવિતા તો એક પ્રાણવાયુ છે,
પ્રાણવાયુને પ્રાણવાયુ રહેવા દો.
કવિતાને કવિતા રહેવા દો.
લાખો નિરાશામાં એક અમર આશા છે,
આશાને આશા રહેવા દો.
કવિતા તો એક મા છે,
માની મમતાને મમતા રહેવા દો.
કવિતાને કવિતા રહેવા દો.
કવિતાને કવિતા રહેવા દો,
જેમ છે એમ રહેવા દો.
કવિતાને કવિતા રહેવા દો.
