STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

કુદરતની કમાલ

કુદરતની કમાલ

1 min
139

વાહ રે કુદરત કેવી કમાલની છે તારી કરામત,

તારા જેવી ના કોઈ આર્કિટેક્ટ,

કેવી નયનરમ્ય મનભાવન છે તારી સજાવટ,


લાલ ગુલાબી પીળા લીલા ફૂલોથી સજાવ્યું તે ઉપવન,

મેઘ ધનુષ્યના સપ્તરંગી રંગોથી સર્જી તે આકાશે અનોખી ભાત,


આ ખળ ખળ વહે ઝરણા

કરે ઝણકાર

જાણે કોઈ મુગ્ધાનો પાયલનો રણકાર,


આ ઉપવન ના હરેક છોડ ને તે કેવી આગવી સમજ આપી,

ના ક્યાંય મારું તારું કે ઊંચ નીચનો ભેદભાવ છે,

સાથે મળી સૌ મહેકાવે બાગ છે,


આકાશે જાણે રૂપેરી ઓઢણી ઓઢી

ઓઢણીમાં કેવા તારલિયા સોહાય,

સાંજ ઢળતાં એમાં કેસરી રંગો પુરાય,

રાત્રિ ના પિવરાવે આ ચાંદ પૂરી ધરતી ને,

ચાંદનીનો પ્યાલો,

જો ને આકાશે આ સપ્તરંગી મેઘ ધનુષ્યના રંગો સોહાય,

જો ને આ રાત રાણી પણ મલકાય,


કર્યું સર્જન માનવીનું,

આપ્યા તે હવા પાણી ને ખોરાક,

હૂંફ અને પ્રેમથી ભર્યું કુટુંબ આપ્યું,

જાણે સ્વર્ગની કરાવી સફર,


વાહ રે કુદરત ! કેવી મનમોહક,

કેવી મનોરમ્ય છે તારી કરામત,

આંખોને નવાઈ પમાડે,

હૈયે આપે ટાઢક આ તારી સજાવટ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational