કુદરત
કુદરત
કુદરતની જો રાખીયે સંભાળ,
પડવા નહીં દે એ કદી દુકાળ,
માતા છે સૌની,આપણે એના બાળ,
કર્યું વ્યર્થ જશે નહીં કોઈ કાળ.
જતન કરો છોડનું, થશે ઝાડ,
પંપાળીયે પ્રેમથી, માનશે પાડ,
ઠંડા છાંયડા રૂપે આપે આરામ,
એથી વધુ બીજો હોયના વિશ્રામ.
