કસ્તૂરીમૃગને
કસ્તૂરીમૃગને
( શાર્દૂલવિક્રીડિત )
ઉંચા અંતરથી દશે દિશ ભણી કાં દૃષ્ટિને ફેરવે ?
ભારી સંભ્રમમાં અધીર સરખો કાં વ્યર્થ કૂદ્યા કરે? રે !
કસ્તુરીકુરંગ ! વિહ્વળ બની શી ક્ષુદ્ર ચેષ્ટા કરે?
પૃથ્વીને, વનવૃક્ષને, અનિલને કાં સુંઘતો સંચરે ?
દોડી દૂર જતો, ઘડી સ્થિર થતો, પાછો વળી આવતો,
ઉંચો શ્વાસ લઈ સમાધિ સહસા કૈં શાંતિથી સેવતો;
પાસે વિસ્મિત દેખતી પ્રણયિની ને બાળ વીંટી રહ્યાં,
વ્યાપારાંતર છોડી એ સકળને સુંધ્યા કરે સર્વદા !
હા ! કો સૌરભ દિવ્ય આ વિપિનને દિવ્યત્વ આપી રહ્યું,
તેનું મૂળ તપાસવા ઉર અરે ! ઉચું અધીરૂં થયું !
એ મેાંઘી સુરભિ સમગ્ર તરૂમાં ને પ્રાણિમાં તું જુએ,
સાચું સૌરભસ્થાન તે પણ તને ના કયાંય જોતાં જડે.
ભોળા ! કયાંથી જડે ? સુગન્ધિ વનમાં અન્યત્ર એ તો નથી,
તારા ભાગ્યભર્યા ઉદાર ઉરમાં એ વસ્તુ ભાસે ભરી;
આ વૃક્ષો, પશુઓ બધાં તુજ થકી સેવી સુગન્ધિ રહ્યાં,
દૈવી સૌરભલક્ષ્મીનો રસભર્યો સ્વામી ખરે તું સદા.
એ તારી સુરભિ તણું સ્થળ સ્થળે સામ્રાજ્ય દેખાય છે
ને તારા સહવાસ આ વનચરો એ કારણે ચ્હાય છે માને છે
કૃતકૃત્યતા અનિલ આ તારા સુસંસર્ગથી ને
ભોગી ભ્રમરો ત્યજી કુસુમને, શોધે તને સ્નેહથી.
અંતર્દષ્ટિ થકી, કંઈ મનનથી, ને શાન્ત સન્ધાનથી
શાપી લે નિજ સ્વાન્તમાં, ભ્રમણને વ્યાપાર વ્હાલા !
ત્યજી કાઢયા તેં દિન કૈંક મોહવશ થૈ ખાલી પ્રયત્ને ખરે
ક્યાંથી બાળ કટિ તણું પર ધરે શોધ્યા છતાં સાંપડે!
લાખો સૌરભલુબ્ધ લુબ્ધક તને સર્વત્ર શોધી રહ્યા
આકર્ષાઈ અનન્ય લક્ષણ વડે આતુર એ આવતા છોડી સાવધતા,
બની વિકળ તું જો લક્ષ્યમાં આવશે તો
એ નિષ્ઠુર સ્નેહશૂન્ચ તુજને રે ! માનવો મારશે
કિંવા લોભ થકી બની વિવશ તું એની સમીપે જશે
કે કો શ્વાપદને નિહાળી સહસા ત્યાં સુંઘવા દોડશે
તેાએ એ ગતિ રંક રંકુ ! વસમી તારી ઘડીમાં થશે ને
આ સૌરભધામ પામર જનો સ્વચ્છંદ લૂંટી જશે
માટે મિત્ર ! વિચારવારિધિ તણા મિથ્યા તરંગો ત્યજી
દિગ્મૂઢત્વ અને અગાધ ઉરનું અજ્ઞાન દૂરે કરી
આત્માનંદ અવર્ણ્ય એ સુરભિનો તું સ્નેહથી સેવજે
ને આકર્ષણ વ્યર્થ આ વિપિનનાં રે ! ભ્રાંત ! ભૂલી જજે
એથી ક્લેશ અવશ્ય અંતર તણો ને મોહ નાસી જશે,
ને સદ્ગન્ધપરંપરા અવનવાં ઉંચાં સુખો આપશે;
ને સંસાર, સમાધિ, સ્વર્ગસુખ એ, એ શાંતિ અદ્વૈતની,
આનંદામૃતવાહિની રસભરી એ ભવ્ય ભાગીરથી.
