ક્ષમતા
ક્ષમતા


ક્ષમતા એટલી યાચુ,
કોઈ ને કદી ન ટાંચુ,
સદગુણ સૌના વાંચુ,
ન જાણુ શું ખોટું કે સાચું.
તરંગો મુજ આતમ,
ઉદ્ભવે સદાય એવા,
હકારાત્મક ઉર્જાના,
જાણે જડી ગયા હો સૌને છેડા,
ન બોલવું કે ચાલવું,
કોણ જાણે ?
કોઈ ને ફાવ્યુ કે ન ફાવ્યુ,
ક્ષમતા એટલી યાચું,
માત્ર સ્મિત એક રેલાવું,
સાનિધ્ય મુજ આખું,
આનંદના હિલોળે ઝુલાવુ !