STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

4  

Dr.Milind Tapodhan

Inspirational

કસોટી માત્ર એટલી જ...

કસોટી માત્ર એટલી જ...

1 min
119

કસોટી નદીની માત્ર એટલી જ,

વહેતી રહે ખળખળ સમુદ્ર સુધી,


કસોટી રાત્રિની માત્ર એટલી જ,

કપાતી રહે ઝટપટ સવાર સુધી,


કસોટી પવનની માત્ર એટલી જ,

ફૂંકાતો રહે સરસર ક્ષિતિજ સુધી,


કસોટી કુતુહલની માત્ર એટલી જ,

જીવતું રહે હરપળ છેલ્લા શ્વાસ સુધી,


કસોટી માણસાઈની માત્ર એટલી જ

વાગે ન બીજાને સણસણ જીવન સુધી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational