કર્મ
કર્મ
હે .. પીપલ છાયે બેઠો રે.
ભગવંત, પગ-પર પગ ચઢાવીયો.
હે .. પીપલ છાયે.
હે.... શું કરુ હવે જગમાં આંહિ?
હવે તો પ્રાણ રે..! છોડવો..
ત્યારે દીઠો રે......પારધી સામે,
ભગવંતે પગ રે. હલાવી ઓ ......
હે .. પીપલ છાયે,
હે...પારધી વિચારે હરણ આવ્યું,
ઝટ ચઢાવી બાણ રે છોડ્યુ,
હે ...બાણ પ્રભુના પગે રે વાગ્યું.
ભગવંત ચીસ રે.. પાડી ઓ
હે પીપલ છાયે.
હે...પારધી બિચારો ગભરાઈ દોડ્યો,
પ્રભુના ચરણે જઈ તે પડ્યો....
નથી રે... પ્રભુ, ભુલ રે મારી.
આપને હું હરણ જાણી ઓ
હે પીપલ છાયે.
હે...પારધી સાંભળ વાત રે મારી.
નથી આમાં ભુલ રે તારી...
ગયા જનમમાં તું જબરો બળીયો.
ભાઈનો તું દુશ્મન રે બનીયો.
હે પીપલ છાયે.
હે.....સુગ્રીવ પક્ષે રહ્યો રે હુતો,
છુપી રીતે, વાર રે....કીધો...
હે.. એનુ મને રે... પાપ રે લાગ્યું,
એજ ઋણ આજ ચૂકવ્યું ....
હે પીપલ છાયે.
'સ્નેહ’ કહે ભાઈ ચેતીને ચાલજો,
પાપનો બોજ ના વધારજો.
હે...ભગવંત રે થઈ બચી ન શક્યા,
માનવતા રાખી સૌ જીવજો.
હે પીપલ છાયે.
