કરામત
કરામત
પંખીઓને જઈ કદી પૂછ્યું છે ભલા ?
કોણે શીખવાડી તેમને આ અનેરી કળા ?
ન તો કોઈ કોલેજ તેમની, ન કોઈ શાળા,
છતાં બાંધી શકે આવા અદભૂત માળા,
એક એક તરણું શોધી લાવી ભેગું કરતા,
હાથ નથી તો શું થયું, ચાંચથી કામ કરતા,
મહેનત અથાગ સદા પરિશ્રમ ખુબ કરતા,
ગીતો ખુશીના ગાતા રહીને કામ કરતા,
આત્મનિર્ભરતામાં તેઓ હરદમ માનતા,
પોતાનું કામ બીજા પર ક્યારેય ન છોડતા,
હતાશા નિરાશાને તેઓ કોષો દૂર રાખતા,
જીવી આજમાં, કાલ કુદરત પર છોડતા.
