STORYMIRROR

Vaniya Dipu

Children

4  

Vaniya Dipu

Children

કોરોનામાં શિક્ષણ

કોરોનામાં શિક્ષણ

1 min
234

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે,

મોબાઈલ તૈયાર છે, ઘરલેસન તૈયાર છે..


પરિવારનો માળો, સલામતને હૂંફાળો,

નવી- નવી વાર્તાઓ, નવા- નવા ગીતો,

તેમાંથી શીખશું રે, નવા-નવા પાઠો...

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે..


મોબાઈલ તૈયાર છે, ઘરલેસન તૈયાર છે,

લોકડાઉનમાં ઘરે બેસીને ભણશું,

રોજ નવી - નવી પ્રવૃત્તિઓ કરશું,

નવા -નવા ઓનલાઈન વર્ગખંડ રે..મોબાઈલ તૈયાર છે..


આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે,

મોબાઈલ તૈયાર છે, ઘરલેસન તૈયાર છે,

ઘરમાં રહેશું ને સલામત રહેશું,

કોરોનાને સાથે મળીને ભગાડશું,

હાથ-પગ ધોઈ – ધોઈને, તંદુરસ્ત રહેશું,

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે..

મોબાઈલ તૈયાર છે, ઘરલેસન તૈયાર છે.... (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Children