STORYMIRROR

Vaniya Dipu

Children

4  

Vaniya Dipu

Children

કોરોનામાં શિક્ષણ

કોરોનામાં શિક્ષણ

1 min
215

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે (૨)

મોબાઈલ તૈયાર છે, ઘરલેશન તૈયાર છે. (૨)


પરિવારનો માળો, સલામતને હૂંફાળો,

નવી- નવી વાર્તાઓ, નવા- નવા ગીતો,

તેમાંથી શીખશું રે, નવા-નવા પાઠો...

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે (૨)

મોબાઈલ તૈયાર છે, ઘરલેશન તૈયાર છે (૨)


લોકડાઉનમાં ઘરે બેસીને ભણશું,

રોજ નવી - નવી પ્રવૃત્તિઓ કરશું,

નવા -નવા ઓનલાઇન વર્ગખંડ રે, મોબાઈલ તૈયાર છે,

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે (૨)

મોબાઈલ તૈયાર છે, ઘરલેશન તૈયાર છે (૨)


ઘરમાં રહેશું ને, સલામત રહેશું,

કોરોનાને સાથે મળીને ભગાડશું,

હાથ-પગ ધોઈ – ધોઈને, તંદુરસ્ત રહેશું (૨)

આવો બેસી જાવને હો, મોબાઈલ તૈયાર છે. (૨)

મોબાઈલ તૈયાર છે, ઘરલેશન તૈયાર છે. (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Children