વરસાદનું આગમન
વરસાદનું આગમન
આકાશે ચમકે વીજળી,ને વાદળો ઘેરાય,
ધીમે ધીમે વરસાદના આગમન કેવા થાય !
ધરતી બને હરિયાળી, ખેતરો પણ મલકાય,
ધરતી પુત્રો આનંદથી ગીતો ગાતા જાય,
દેડકાના ડ્રાંઉં ડ્રાંઉં ને મોરલાનો અવાજ,
નાના નાના છોડવા લીલા થઈ જાય,
કુદરતના મધુર સંગીતે, ધરતી સજીવન થાય,
લીલાછમ વૃક્ષોના પાંદડાઓ લહેરાય,
રીમઝીમ રીમઝીમ વરસાદનું આગમન થાય,
કાગળની હોડી બનાવી બાળકો આનંદિત થાય,
આકાશે ચમકે વીજળી, ને વાદળો ઘેરાય,
ધીમે ધીમે વરસાદના આગમન કેવા થાય !
