વરસાદ
વરસાદ
1 min
195
આજે આવ્યો વરસાદ,
મુશળધાર છે વરસાદ,
નદીઓ બધી ભરાઈ ગઈ,
માછલીઓ બધી તણાઈ ગઈ,
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી,
દેડકાં બધાં ને જાય તાણી,
મોનુ ગઈ પલળવા,
ટીનુ દોડી પકડવા,
ધબાક કરતાં બંને પડ્યાં
છત્રી લઈને બાપા દોડ્યા,
છત્રી થઈ ગઈ કાગડો,
સામો આવ્યો આખલો,
મોનુ - ટીનુ તો દોડી ગયાં,
બાપા પાછળ રહી ગયા,
ટીનુ ગીતો ગાવા લાગી
મોનુ પાછળ ઝીલવા લાગી,
મજા પડી ભાઈ મજા પડી,
વરસાદમાં નાહવાની મજા પડી.
