Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirit Goswami

Children

4  

Kirit Goswami

Children

બાળગીત - પેલ્લે નંબર પાસ

બાળગીત - પેલ્લે નંબર પાસ

1 min
176


પેલ્લે નંબર પાસ થવાનું રોજ... 

ઓ પરમેશ્વર ! તારી માથે છે કંઈ આવો બોજ ? 


મારે પેલ્લે નંબર પાસ થવાનું રોજ... 

તારે માથે મોરપીંછ બસ; એનો કયાં કંઈ ભાર ? 


ગોવર્ધન તો ઠીક; આવી ઉપાડ મારું દફતર તું એકવાર ! 

હૉમવર્કનાં કાળીનાગ ને નાથ ! હવે તો નાથ !


રોજ ટેસ્ટનાં કુરુક્ષેત્રમાં લડું એકલેહાથ ! 

સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટબુકની ફોજ ! 


ઓ પરમેશ્વર ! તારી માથે છે કંઈ આવો બોજ ?

મમ્મી, પપ્પા કે ટીચર; સૌ ટોક-ટોક બસ કરતાં ! 


સ્પેલિંગનાં સત્તરશિંગા નીંદરમાં બટકાં ભરતા ! 

હોઉં બધાંની સાથે તો યે બધું ય આઘું -આઘું !


ખૂબ ભણું ને તો ય મને હું સાવ ઠોઠડો લાગું !

ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે; કશે ય કયાં છે મોજ ? 

ઓ પરમેશ્વર ! તારી માથે છે કંઈ આવો બોજ ?


Rate this content
Log in

Similar gujarati poem from Children