STORYMIRROR

Kirit Goswami

Children Stories

4  

Kirit Goswami

Children Stories

હાથીભાઈ ને મોજ (બાળકાવ્ય)

હાથીભાઈ ને મોજ (બાળકાવ્ય)

1 min
446



આ હાથીભાઇને મોજ...

ના સ્કૂલ જવાની ચિંતા, ના હૉમવર્કનો બોજ !


જંગલ-જંગલ ફરવાનું 

            ને ઘાસ લીલુંછમ ચરવાનું...

ના મમ્મીની રોકટોક 

               કે ના પપ્પાથી ડરવાનું...

ના સ્પેલિંગ પાક્કા કરવાના,

                  નહિ લખવાની નોટ...

તોય કદી કયાં કોઇ

               કહે છે હાથીભાઇને ઠોઠ ?


ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ! 

આ હાથીભાઇને મોજ...


હાથીભાઇને સૂંઢ-ફુવારો, 

                મને બાલદી કાં નાની? 

તળાવ આખું ડહોળે 

              તોયે કોઇ કહે ના તોફાની! 

ફાવે ત્યારે રમી શકે

               એ ફાવે તેવી ગેમ...

મનેય થોડું જીવવા દો ને

                   હાથીભાઇની જેમ !


પીછો કાં ના છોડે દફતર ને નોટોની ફોજ ?

આ હાથીભાઇને મોજ...


Rate this content
Log in