Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirit Goswami

Others

3  

Kirit Goswami

Others

દરિયો રીસાઈ ગયો રે

દરિયો રીસાઈ ગયો રે

1 min
9.4K


દરિયો રીસાઇ ગયો રે !

મમ્મીને કહેતો, "જા,ચડ્ડી નહીં પ્હેરું."


હબ્બ દઈ સૂરજદાદાને એ ખાઇ ગયો રે !

ઢાંગરો દરિયો રીસાઇ ગયો રે !


રેતીમાં દોડી, ગળોટિયાઓ ખાય,

ભેંકડા, ઘૂ...ઘૂ... તાણીને પછડાય.


ડબ્બ દઈ ચાંદામામાને વીંટળાઇ ગયો રે !

ઢાંગરો દરિયો રીસાઇ ગયો રે !


વાદળને પાણી નહીં આપું જરાય,

એમ કહી ઊંડાં-ઊંડાં પાતાળે જાય.


છપ્પ દઈ કોડીને શંખમાં સંતાઇ ગયો રે !

ઢાંગરો દરિયો રીસાઇ ગયો રે !


Rate this content
Log in