STORYMIRROR

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

કોણ મહાન ?

કોણ મહાન ?

1 min
13.5K


સાગરનું એક મોજુ તું,

ને એક નાનો પરપોટો હું.

ના, ના કર અભિમાનતું,

કે તું મોટો ને નાનો હું.

      

હસીલે હસીલે મુજ પર તું,

હું ક્ષણિક, નથી ચિરંજીવ તું.

સહજમાં ફૂટી જઈશ હું ને,

વામનમાંથી બનીશ વિરાટહું.

મુક્તિ પામીશ જલ્દી હું,

નાનું પણ સુખી છું હું.

  

દોડી દોડી અથડાય તું,

પત્થરો સાથે અફળાય તું.

મથી મથી બને નાનું મોજું,

ને ગોળ ગોળફર્યા કરે તું.

અસંખ્ય પરપોટામાં વિરમે તું, 

અંતે બને એક પરપોટો તું.

         

શીદને કરે ગુમાન મોજાં તું,

અંતે સાગરમાંજ ભળે તું.

વિરાટમાંથી બનશે વામન તું,

તું મોજું હું પરપોટો પણ -

એક જ જળનાં અંશ હું ને તું,

જો જો મહાન નથી હું કે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational