કોને લાગુ પાય
કોને લાગુ પાય
લાગતા સરખા બંને, માત - પિતાને ઈશ્વર,
મુજ સમજવું કઠિન લાગુ કોને પ્રથમ પાય ?
આપે એક જીવન તો બીજો શીખવે જીવતા,
આપે એક પ્રાણ તો બીજો સાચવે શ્વાસ,
આપે એક ચરણ તો બીજો શીખવે ચાલતા,
આપે એક ઊંઘ તો બીજો સૂવડાવે હાલરડાંથી,
આપે એક ભૂખ તો બીજો જમાડે વ્હાલથી,
આપે એક અસ્તિત્વ તો બીજો કરાવે તેની જ ઓળખાણ,
દુઆ, હોસલો મળે સદા, મળે શીતળ છાંય,
ઘરમાં જ છે અડસઠ તીરથ, શીદ ને ફરું મંદિર ?
વિના માતા - પિતા, દિન પણ લાગે કઠિન,
જાણે વગર અંગુઠે કરતી કામ આંગળીઓ,
માત - પિતા જ મુંજ ભગવાન, ઘર બન્યું મંદિર,
ભજું ઈશ્વર તને રાત દિન, પણ લાગુ પ્રથમ પાય માઁ - બાપને.
