કોને જઈને કરવી રાવ ?
કોને જઈને કરવી રાવ ?


જીવન છે નદીનો પ્રવાહ,
ક્યારેક ધીમો તો ક્યારેક ઝડપી ચાલે,
ક્યારેક હોય યોગ્ય પ્રવાહ,
તો ક્યારેક સામો પ્રવાહ,
તોયે પાર કરવો પડે આ પ્રવાસ,
અઘરું છે આ સામનો કરવાનું સામો પ્રવાહ,
સુજે ના કોઈ રાહ,
જ્યારે પોતાના જ રમે શતરંજનો દાવ,
આપે હૈયે ઊંડો ઘાવ,
ત્યારે ફિક્કી લાગે જિંદગી સાવ,
કિનારે આવીને ડૂબે આ જીવનની નાવ,
ત્યારે કોને જઈને કરવી રાવ ?