STORYMIRROR

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

કોઈ ગોતી દેજો રે

કોઈ ગોતી દેજો રે

1 min
377


કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;

મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,

મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.

સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;

અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !

— મ્હારા...

શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;

એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !

— મ્હારા...

માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,

એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે.

— મ્હારા...


Rate this content
Log in

Similar gujarati poem from Classics